દ્વારિકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી ને જવા પર પ્રતિબંધ! મંદિર પરિસરમાં બેનરો લાગી ગયા.

આજકાલ વધતી જતી ફેશન અને વિદેશી દેખાદેખીમાં લોકો આપણી સંસ્કૃતિ ને ભૂલી ગયા છે. ત્યારે જગતના તાત દ્વારિકાધીશ મંદિર ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારિકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી ને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરના પરિસરમાં બેનરો પણ લાગી ગયા છે.

મહત્વનું છે કે દ્વારિકાધીશ મંદિરમાં દિવસે અને દિવસે ભક્તો ની ભીડ જામે છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને મંદિર ને શોભે તેવા વસ્ત્રો પહેરી ને મંદિરમાં આવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. મંદિર વ્યવસ્થપન સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે મંદિર ની શોભા વધે તેવા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવું.

દ્વારિકાધીશ મંદિરમાં આખા દેશ અને વિદેશના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને ભક્તો ભગવાન કાળિયા ઠાકર પર અપર શ્રદ્ધા રાખે છે. જ્યારે પણ આ વિસ્તારના લોકો પર આફત આવી છે ત્યારે ભગવાન કૃષ્ણ એ લોકોને આફત થી બચવ્યા છે. ભગવાન ની કૃપા ભકતો પર કાયમ રહેલી હોય છે. ત્યારે મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે મંદિરની ગરિમા જળવાય રહે તેવા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો.

દ્વારિકાધીશ ની મંગલા આરતી સવારે 7.30 વાગે અમે શૃંગાર સવારે 10.30 ત્યાર બાદ સવારે 11.30 ત્યાર બાદ સાંજની આરતી સાંજે 7.45 વાગે અને શયન આરતી સાંજે 8.30 વાગે થાય છે. આ સમયે ધજા ચઢાવવામાં આવે છે. મંદિરની પૂજા ગૂગલી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. ત્યાર બાદ અબોટી બ્રાહ્મણો દ્વારા ધજા ચઢવવવમાં આવે છે. અને જૂની ધજાના હકદાર અબોટી બ્રાહ્મણ હોય છે તે ધજા માંથી ભગવાન નાં વસ્ત્રો તૈયાર થાય છે.

Leave a Comment