બેચરાજીમાં ડુબ્લિકેટ માર્કશીટ બનાવવા નું કૌભાંડ ફક્ત આટલા રૂપિયામાં બનાવી આપતા માર્કશીટ.

મહેસાણા બેચરાજીમાં બે યુવાનો દુકાન ભાડે રાખી ને ધોરણ 10,12 અને iti ની અને ડિપ્લોમા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ને માર્કશીટના સુધારો કરી આપી ગેરકાયદે પ્રવુત્તિ કરતા ઝડપાયા છે. આ બને યુવાનો છેલ્લા ઘણા સમયથી દુકાનમાં ગેર કાયદેસર રીતે ઘણા વિદ્યાર્થીઓ ને નકલી માર્કશીટ બનાવી આપી છે. સૂત્રો મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ આ ડુબ્લિકટે માર્કશીટ દ્વારા અલગ અલગ કંપનીઓ માં નોકરી એ પણ લાગી ગયા છે.

આ ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ અંગે નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક ચર્ચાઓ જાગી છે. વિડિયો માં યુવક એવું કહેતા જોવા મળી રહ્યો છે કે હું જ પ્રિન્સિપાલ અને હું જ ટીચર છું. એવું કહીને વિદ્યાર્થીઓ ને નકલી માર્કશીટ બનાવી ને વેચતો હતો.

બેચરાજી ખાતે આદિત્ય કોમ્પલેક્ષ માં અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાં અમુક લોકો નકલી માર્કશીટ બનાવી ને વેચતા હોવાની મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ નેબાતમી મળી હતી. આ બાતમી નાં આધારે પોલીસે તપાસ હાથધરી અને તપાસ કરતા કમ્પ્યુટરમાં અસલી માર્કશીટ મૂકી અને અન્ય વિદ્યાર્થીઓના નામે એડિતિંગ કરીને 1500 રૂપિયામાં વેચતો હોવાનું જાણવા મળ્યું હતું.

મહેસાણા LCB એ રેડ કરતા કુલદીપ પરમાર અને વિજયસિંહ તેમજ લક્ષ્મણશિંહ ને ઝડપી પાડ્યા હતા. સમગ્ર કૌભાંડમાં કુલદીસિંહ ની ઓફીસ માં તપાસ દરમિયાન આઠ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવી હતી. દુકાનમાં તપાસ દરમિયાન માર્કશીટ કાઢવા કેન્ટ કંપનીના હાઈ ગ્લોસી ફોટો તેમજ કમ્પ્યૂટર સહિત નાં કુલ 86 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Comment