ખેડુત સાધન સહાય યોજના 2023. આઈ ખેડુત પોર્ટલ યોજના 2023. I khedut yojana 2023.

સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખતે સરકારે ખેડૂતો માટે ખેતીવાડી માટે ઉપયોગી અનેક સાધનો માટેના ફોર્મ ભરવાનાં શરૂ કરી દિધા છે. ખેડૂતોને ખેતીમાં સાધનો ખુબજ ઉપયોગી હોય છે. આધુનિક સાધનો ખરીદવા માટે સરકાર સબસીડી આપતી હોય છે. ખેડૂત આવા અદ્યતન અને ટેકનોલોજી વાળા સાધનો ખરીદી શકે તે માટે સરકાર કાર્યરત રહે છે. સરકાર ખેડૂતોને ખેતીવાડીના સાધનો ખરીદવા માટે ખેડૂત સાધન સહાય યોજના નામની યોજના થકી સબસિડી આપે છે. અને આ યોજના નાં ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ i khedut નામની website પણ લોન્ચ કરી છે.

આઈ ખેડુત પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટેની ઓનલાઇન અરજી મંગવાવાની ફરીથી શરૂ થઈ ગઈ છે. જો તમે પણ ખેડૂત હોય અને તમારે પણ સાધન સહાય માટે ફોર્મ બાકી હોય તો વહેલી તકે ભરી દેજો.

યોજના – ખેતીવાડી સાધન સહાય માટે i khedut પોર્ટલ પર યોજના નાં ફોર્મ ફરી શરૂ કરવામાં આવ્યા.

ખેતીવાડી વિભાગ નો મુખ્ય ઉદ્દેશ – ખેતીની ઉપજ વધારવી અને ખેડૂત નો ખર્ચ ઘટાડવો.

વિભાગ નું નામ – કૃષિ અને સહકાર વિભાગ

કઈ તારીખ થી ફોર્મ ભરવાના શરૂ થશે – 09/11/2023 , સવારે 9 કલાક થી

કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે – 08/12/2023

અરજી કઈ રીતે કરવાની રહશે – ઓનલાઇન

આઈ ખેડુત પોર્ટલ પર ખેડૂતો માટે ખેતીવાડીમાં ઉપયોગી સાધન સહાય માટે અરજી સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે. આ યોજના માટે કુલ 30 સાધન સામગ્રી માટે અરજી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે.

• કૃષિ યાંત્રિકરણ / સાધન ઘટકો નાં નામ :

1 – અન્ય ઓજાર સાધન

2 – કલ્લટીવેટર

3 – ખેડૂતોના પાકને મૂલ્ય વર્ધિત કરવા માટે પ્રોત્સાહન  આપવા માટેની યોજના

4 – ગ્રાઉન્ડટર ડિગર

5 – ચાફ કટર

6 – પ્લાંદર

7 – ચાફ કટર પાવર ત્રિલર

8 – પલાઉ

9 – પ્લાન્ટર અન્ય પ્રકાર

10 – પશુ સંચાલિત વાવણીઓ

11 – પાવર ટિલર

12 – પાવર થ્રેસર

13 – પોટેટો ડીગર

14 – પોટેટો પ્લાન્ટર

15 – પોસ્ટ હર્વેતર નાં સાધનો

16 – પોસ્ટ હોલ્ડ ડીગર

17 – બર્શ કટર

18 – કાપણી નાં સાધન

19 – માલ વાહક સાધન

20 – રિઝર

21 – રોટરી પાવર ટિલર

22 – રોટાવેટર

23 – લેન્ડ લેવલર

24 – વ્હીલ હો

25 – ઓટોમેટિક વાવણીઆ

26 – વિનોવિંગ ફેન

27 – શ્રેડર

28 – સબ સોઈલર

29 – હેરો તમામ પ્રકારનાં

અરજી ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

• ૮ – અ ની નકલ

• જાતિનો દાખલો

• બેંકની પાસબુક

• આધાર કાર્ડ

• ખેતીવાડી સાધન સહાય માટે ફોર્મ કયા ભરવા :

• ગ્રામ પંચાયતના VCE

• સાયબર કાફે

• મોબાઈલ થી જાતે

• CSC સેન્ટર

• મોબાઈલ થી અરજી કેવી રીતે કરશો:

• ખેડૂત મિત્રો તમે આ સાધન સહાય માટે ઓનલાઇન મોબાઈલ થી પણ અરજી કરી શકો છો.

• અરજી ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ નાં સર્ચ બ્રાઉઝર માં જવાનું છે.

• સર્ચ બ્રાઉઝર મા I khedut લખવાનું રહેશે.

• ત્યાં તમને ગુજરાત ખેતીવાડી વિભાગ ની એક વેબસાઇટ જોવા મળશે.I khedut

• ત્યાં તમને ઉપર ફોટોમાં દર્શાવ્યા મુજબ યોજનાઓ પર ક્લિક કરવાનું છે.

• ત્યાર બાદ એક નવું પેજ ખુલશે તેમાં અલગ અલગ ઘટકો જોવા મળશે તેમાં તમારે સૌથી ઉપર જોવા મળતા ખેતીવાડી યોજનાઓ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

• ત્યાં તમને અલગ અલગ 30 જેટલા ઘટકો ( સાધનો) જોવા મળશે.

• તમે જે સાધન માટે ફોર્મ ભરવા માંગો છો તેના પર ક્લિક કરો.

• ત્યાર બાદ એક નવુ પેજ ખુલશે તેમાં તમને અરજી કરો એવું લખેલું જોવા મળશે.

• ત્યાં તમારે જે વિગતો માંગી છે તે ભરી ને submit કરવાનું રહેશે.

Imoportant Links: 

•ઓનલાઇન અરજી ફોર્મ ભરવા – અહી ક્લિક કરો 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે – અહી ક્લિક કરો 

જે ખેડૂત મિત્રો આ સાધનો માટે સબસિડી લેવ માંગે છે તેઓ આ ફોર્મ ભરી દે. ઓનલાઇન અરજી કર્યા બાદ જિ તમારી અરજી મંજૂર થશે તો તમને સરકાર તરફથી જણાવવા માં આવશે.

Leave a Comment