હેડ કોન્સ્ટેબલ પોલીસ વાન માં મનાવતો હતો રંગરલિયા લોકોએ ચખાડ્યો મેથીપાક,જુઓ વિડિયો

ગુજરાત રાજ્ય શાપર – વેરાવળ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યા હતા. નશાની હાલતમાં જ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પોલીસ વાન માં જ યુવતી સાથે રંગરેલિયા મનાવતા હતા તેવામાં સ્થાનિકોએ રંગે હાથે પકડ્યા હતા.

કોન્સ્ટેબલ

સ્થાનિક લોકોએ રંગરેલિયા માનવતા અશ્વિન મકવાણા નો વિડિયો મોબાઈલ માં ઉતારી દીધો હતો. બાદમાં કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા ને કપડા ઉતારી મેથીપાક ચખાડ્યો હતો અને ગામમાં ફૂલેલું ફેરવ્યું હતું. આ બનાવથી પોલીસ બેડા માં ચકચાર મચી ગયો હતો.

કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ધોલરા રોડ પર પોલીસ વાનમાં કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા દારૂના નશામાં યુવતી સાથે રંગરેલિયા મનાંવી રહ્યા હતા. આથી સ્થાનિક લોકોએ તેમને રંગે હાથે ઝડપી પાડયા હતા. અને બાદમાં સ્થાનિક લોકો માર મારી રહ્યા હતાં ત્યારે પોલીસ સ્ટેશન નાં pi દોડી આવ્યા હતા. Pi એ સ્થાનિક લોકોના મોબાઈલ જપ્ત કરી લીધા હતા. આથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.

જુઓ વિડિયો

સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણા ને રંગે હાથે ઝડપી લીધો હતો એટલે તે સ્થાનિક લોકો ને પોતાના પટ્ટા વડે લોકો ને માર માર્યો હતો તેવો પણ સ્થાનિક લોકો નો આક્ષેપ છે. સ્થાનિક લોકો કોન્સ્ટેબલ ને મારી રહ્યા હતા ત્યારે પણ સ્થાનિક પોલીસ અશ્વિન મકવાણા ને બચાવવા નાં પ્રયત્નો કરતી હતી. જોકે કોન્સ્ટેબલ ની બધી લીલા કેમેરામાં કેદ કરી લીધી હતી.

આ બનાવ બાબતે રાજકોટ પોલીસ વડા Sp એ જણાવ્યું હતું કે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને આજ સાંજ સુધી રિપોર્ટ તૈયાર થઈ જશે અને પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવશે. હાલમાં ફરિયાદ નોધી ને તપાસ હાથ ધરી ખાખીના નામે કલંક ગણાતી ઘટના માં કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

Leave a Comment